બંધ

બિંદુ સરોવર

  • બિંદુ સરોવર
  • બિંદુ સરોવર સિધપુર
  • બિંદુ સરોવર સિધપુર
  • માત્રુ ગયા સિદ્ધપુર

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અંત્યેષ્ઠિ કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર. ભારતમાં પાંચ સ્વયંભૂ શિવ મંદિરો છે જે દરેક સિદ્ધપુરમાં જ છે. હિન્દુ માહ શ્રાવણમાં અહીં પૂજા અર્ચના કરવાનું ખૂબ મહત્ત્વ છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

સિદ્ધપુર થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 115 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

સિદ્ધપુર ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

સિદ્ધપુર દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.