બંધ

સંસ્કૃતિ અને વારસો

 પાટણના પ્રથમ રાજા

વનરાજ ચાવડાએ સંવત ૮૦ર વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવિન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્‍યાત હતું. તારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસિક સ્થાપતો સહસ્ત્રલીંગ સરોવર (તળાવ) તથા રાજા ભીમદેવ પહેલાની રાણી ઉદામતીની યાદમાં બંધાવેલી રાણીની વાવનો ઇતિહાસ તેના સ્થાપત તથા તેની પ્રશસ્તિ ઉત્કૃષ્ટ હોઇ તેને રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન આપેલ છે આ ઉપરાંત હેમન્દ્ગાચાર્ય લાયબ્રેરી, જૈન મંદિરો, સિદ્ધરાજ જયસિંહના સમાના કાલિકા માતાનું મંદિર મહત્વ ધરાવે છે. વડોદરા રાજ વખતે પણ પાટણનું સ્થાન આગવું હતું. આ ઉપરાંત નવરચિત જિલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમાનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રૂદ્ગમહાલા અને માતૃશ્રાઘ્ધ માટે પ્રખાત છે. સમી તાલુકાના શંખેશ્વર ગામે પાર્શ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની સાંસકૃતિક ધામ અણહિલવાડ પાટણ તેનો સુવર્ણ ઇતિહાસ, તેના ઉત્તનિ સાંસકૃતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત, લોકકલા અને પટોળાની હસ્‍તકલાથી પ્રચલિત છે.