બંધ

જીલ્લા વિષે

ગુજરાત રાજય ના મહેસાણા અને બનાસકાંઠા બન્ન્‍ો જિલ્લામાંથી વિભાજીત થઇ નવીન પાટણ  જિલ્લો તા. ર-૧૦-૯૭ થી અસ્તિત્વમાં આવેલ છે. મહેસાણા જિલ્લાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને સમી તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે તથા બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાનો સમાવેશ કરી પાટણ જિલ્લો કરવામાં આવેલ છે. જિલ્લાનું વડુ મથક પાટણ છે.

પાટણ જીલ્લામાં પાટણ, સાંતલપુર, રાધંપુર, સિધ્ધ્પુર, હારીજ, સમી, ચાણસ્મા, સરસ્વતી અને શંખેશ્વર નવ તાલુકાનો સમાવેશ થાય છે.

પાટણ જીલ્લો 20° 41′ થી 23° 55′ ઉત્તર અક્ષાંશ અને 71° 31′ થી 72° 20′ પુર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. પાટણ જીલ્લાનું ક્ષેત્રફળ 5600 ચો.કી.મી. છે. જીલ્લાની ઉત્તર અને ઉત્તર-પશ્ચીમ સરહદ પર બનાસકાંઠા જીલ્લો આવેલ છે તથા પશ્ચીમ સરહદ બાજુમાં કચ્છ જીલ્લો છે. જીલ્લાની દક્ષીણ અને દક્ષીણ -પુર્વ સરહદ પર કચ્છનું રણ આવેલ છે તથા સુરેદ્રનગરજીલ્લાનો અમુક ભાગ આવેલ છે. આ ઉપરાંત પુર્વ બાજુમાં મહેસાણા જીલ્લો આવેલો છે.