બંધ

જીલ્લા આયોજન કચેરી

વર્ષ:૨૦૧૭-૨૦૧૮માં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઈઓ જેવી કે ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,૫%પ્રોત્સાહક,વિવેકાધીન નગરપાલીકા,જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯-વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રીય પર્વ,આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એ.ટી.વી.ટી.)ધારાફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી.એ.ડી.પી.),અંતર્ગત જોગવાઇની પ્રાથિમક મંજૂરી તથા સક્ષમ કક્ષાએથી રજૂ કરેલ તાંત્રિક મંજૂરીની ચકાસણી બાદ વહીવટી મંજૂરી,ગ્રાન્‍ટ ફાળવણી,ગ્રાન્‍ટના હિસાબોની કામગીરી,અમલી કરણ અઘિકારીશ્રીઓ પાસેથી કંમ્‍પલીશન સર્ટીફીકેટ મેળવી બચત રકમ જમા કરાવવા અંગેની સંપૂર્ણ કામગીરી જીલ્‍લા આયોજન કચેરી મારફત કરવામાં આવે છે.
વઘુમાં, પવિત્ર યાત્રાઘામ અને પ્રવાસન હેઠળ યોજનાની કામગીરી સાથે માનવ વિકાસ સૂચકાંકો તૈયાર કરવા તાલુકા કક્ષાનો પ્‍લાન તૈયાર કરવામાં આવે છે.
વર્ષ – ૨૦૧૭ – ૨૦૧૮માં કરવામાં આવેલ કામગીરી

  • ૧૫%વિવેકાધીન સામાન્ય જોગવાઈમાં રૂ. ૯૩૦.૫૦ લાખની,૧૫%વિવેકાધીન ખાસ અંગભૂત જોગવાઈમાં રૂ.૧૧૨.૦૦ લાખની તથા પ્રોત્સાહક જોગવાઈમાં રૂ. ૨૨.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે.
  • જિલ્લા કક્ષા જોગવાઈમાં જીલ્લામાં આવેલા બે કે તેથી વધુ તાલુકાઓને લાભ કરતી સિંચાઈ, પાણી, ગટર, વિજળીકરણ, રસ્તાના કામો આરોગ્ય સેવાઓ વગેરે હાથ ધરવા માટે કુલ રૂ.૧૫૦.૦૦ લાખની જિલ્લા વહીવટી તંત્રમાં વિકાસના કામો માટે કલેકટરશ્રી હસ્તક રૂ.૫૦.૦૦ લાખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હસ્તક રૂ. ૫૦.૦૦ લાખ આમ કુલ રૂ. ૧૦૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • ૪૯ વિકાસશીલ તાલુકામાં (૧) સમી (૨) શંખેશ્વર (૩) સાંતલપુર તાલુકામાં વિકાસના કામો માટે એક તાલુકા દીઠ રૂ.૨૦૦.૦૦ લાખ આમ, કુલ રૂ.૬૦૦.૦૦ લાખની તથા એ.ટી.વી.ટી.યોજનામાં (૧) સમી (૨) શંખેશ્વર (૩) સાંતલપુર તાલુકામાં વિકાસના કામો એક તાલુકાદીઠ રૂ.૧૦૦.૦૦ લાખ આમ, કુલ રૂ.૩૦૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • સ્થાનિક અગત્ય ધરાવતા સામુહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળની (ધારાસભ્યની ગ્રાન્ટમાં) કુલ–ચાર ધારાસભ્યશ્રી ઓને રૂ.૪૦૦.૦૦ લાખની (ગ્રાન્ટ) ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. એમપીએલએડીએસ (સંસદ ફંડ) જોગવાઈમાં વિકાસના કામો માટે(૧)સંસદ સભ્યશ્રીને રૂ.૫૦૦.૦૦ લાખ તેમજ (૨) સંસદ સભ્યશ્રી (રાજ્યસભા)ને મુદત પૂરી થતા રૂ.૨૫૦.૦૦ લાખ આમ,કુલ –રૂ.૭૫૦.૦૦ લાખની ગ્રાન્ટ ફાળવણીની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી.) સામાન્ય જોગવાઈમાં રૂ.૧૨૬૭.૦૦ લાખની તેમજ ખાસ અંગભૂત રૂ.૧૩૩.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • રાષ્ટ્રીય પર્વ યોજનામાં ૨૬ મી જન્યુઆરી તેમજ ૧૫ મી ઓગસ્ટના દિવસે જીલ્લા કક્ષા પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં, જિલ્લા કક્ષાની ઉજવણી માટે રૂ.૨૫.૦૦ લાખ તેમજ બાકીની અન્ય તાલુકા માટે પસંદ કરાયેલ ગામો પૈકી એક ગામને રૂ.૫.૦૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.
  • સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બી.એ.ડી.પી.) યોજના વર્ષ ૧૯૯૩-૯૪ થી અમલમાં આવેલ છે. જેમાં સરહદી વિસ્તારનાં ૩૫ ગામોનો ૦ થી ૧૦ કિ.મી.ના આંતરિયાળ ગામોના વિકાસના કામો માટે રૂ.૫૧૬.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

માનવ સૂચકઆંકમાં વર્ષ:૨૦૧૭-૧૮માં તાલુકા સિધ્ધપુર,સમી,શંખેશ્વર તાલુકાના માનવ વિકાસ પ્લાન (THDP)બનાવવામાં આવેલ છે.                

ક્રમ જોગવાઇનું નામ મળવાપાત્ર રકમ (રૂા.લાખમાં)
વિવેકાઘીન જોગવાઇ ૧૪ર૭.૫૦
પ્રોત્‍સાહક જોગવાઇ          રર.૫૦
3 ઘારાફંડ  ૪૦૦.૦૦
સંસદફંડ  ૭૫૦.૦૦
૪૯ વિકાસશીલ તાલુકા     ૬૦૦.૦૦
બી.એ.ડી.પી.      ૫૧૬.૦૦
રાષ્ટ્રીય ૫ર્વ ૧૩૦.૦૦
એ.ટી.વી.ટી. ૧૭૦૦.૦૦
  કુલ…    ૫૫૪૬.૦૦

 

યાત્રાધામ અને પ્રવાસન

  • ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કલેકટરશ્રીના અઘ્‍યક્ષ સ્‍થાને જિલ્‍લાના યાત્રાધામ અને પ્રવાસનના વિકાસ અંગે જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા પ્રવાસન સમિતીની રચના કરવામાં આવેલ છે.
  • જિલ્‍લા પ્રવાસન સમિતિ મારફત પ્રવાસન નિગમ અંતર્ગત જિલ્‍લામાં દર વર્ષે વઘુમાં વઘુ ત્રણ સ્‍થળોને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવા રૂા.૧૦.૦૦ (કરોડ) તથા ખાનગી દેવસ્‍થાનોમાં આંતરમાળખાકીય સુવિદ્યાઓ પુરી પાડવા તા.ર૮/૧૦/ર૦૧૦ના ૫રિ૫ત્ર મુજબ રૂા.ર૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

સરનામુ: જીલ્લા આયોજન કચેરી, રેલ્વે ફાટક પાસે, 

               યુનિર્વસીટી રોડ, પાટણ

ફોન નં. 02766- 224893, 224888

ઇ મેઇલ: dpo-pat[at]gujarat[dot]gov[dot]in