બંધ

સહસ્ત્રલિંગ તળાવ

  • સહત્રલિંગ
  • સહત્રલિંગ તળાવ
  • સહત્રલિંગ તળાવ
  • સહત્રલિંગ તળાવ
  • સહસ્ત્રલિંગ તળાવ
  • સહત્રલિંગ

1084માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ મહાન થવાની ખેવના

બંધાવ્યું ન હતું. રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સિદ્ધરાજે તેના શાસન દરમ્યાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા પરંતુ, આ તળાવ ટેક્નોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે. રાણકી વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકનાં જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરૂં પાડે છે. 1042-43માં ઉત્ખનન દરમ્યાન સાત હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20 ટકા જ બહાર કાઢવામાં આવ્યા હતા, અને હુમલાઓમાં ત્રણ વાર તોડી નાખવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી મોજુદ છે. ત્યાં સુંદર કોતરણીકામવાળા ત્રણ વર્તુળોથી બનેલા સ્લુઇસ ગેટ છે. જેનાથી સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવતું હતું. અને એવું કહેવાય છે કે આ તળાવમાં કુદરતી રીતે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી. આ જળાશયમાં દેવી દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને છતને આધાર આપતાં સ્તંભ છે. કિનારા પર 48 સ્તંભોની હારમાળાવાળા શિવ મંદિરના તેમજ શિવ અને પાર્વતીની સર્જનાત્મક ચેતના અને પ્રજનન શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સ્ત્રી જનનાંગો પર નાના લિંગવાળા ઘણા નાના મંદિરોના અવશેષો હતા.

પાટણની પુણ્યશાળી ધરતી ઉપર હજુએ માનવતાનું ઝરણું વહેતું હોય તેમ કયાંકને કયાંક જોવા મળે છે. પ્રાચીન સમયમાં પાટણ ગુજરાતની ગૌરવશાળી રાજધાની હતું. અહીં માતા મીનળદેવી, સિધ્ધરાજ જયસિંહ, વીર માયા અને સતી માતા જસમા ઓડણની અમીકૃપા અને આશીર્વાદે આ પંથકની ધરતીને ધબકતી રાખી છે. પાટણના મહારાણી મીનળદેવીએ યાત્રાવેરો માફ કરીને મમતાળુ રાજમાતાની યાદ તાજી કરાવી હતી.

સિધ્ધરાજ જયસિંહે નાતજાતના ભેદભાવ ભૂલીને લઘુમતી સમાજને મસ્‍જિદ માટે જગ્‍યા ફાળવી આપી હોવાની ઐતિહાસિક નોંધો સાંપડે છે. માતા સતી જશમા ઓડણના અભીશાપથી હજારો વર્ષ પહેલાં જળવિહિન બનેલા સહસ્‍ત્રલીંગ સરોવરને વણકર સમાજના વીર માયા નામના યુવાને પોતાના દેહનું બલિદાન આપતાં સહસ્‍ત્રલીંગ સરોવરનો રૂદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો. તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી જશમા ઓડણની ડેરીઓ પાટણની પ્રભુતાને છાજે તેમ સહસ્‍ત્રલીંગ સરોવરના કિનારે હજીયે અડીખમ ઉભી છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

પાટણ થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 125 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

પાટણ દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.