બંધ

વરાણા મંદીર

  • વરાણા મંદિર
  • ખોડીયાર માતાજી વરાણા

શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ , તાલુકા સમી માં આવેલ છે. માતાજી નું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શીત કરે છે.  નવુ બનાવેલ  વરાણા મંદિર અદ્ભુત કલા અને રહેેેેવા-જમવા ની સગવડ ધરાવેે છે.  

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

વરાણા થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 150 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

વરાણા થી પાટણ નજીકનું રેલ્વે સ્ટેશન છે. પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

વરાણા દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.