બંધ

વેબસાઇટ નું લોકાર્પણ

માનનીય ક્લેક્ટરશ્રી આનંદ પટેલ,IAS દ્વારા તા. 10/07/2018 ના રોજ આયોજીત કાર્યક્રમમાં પાટણ જીલ્લાની નવીન વેબસાઇટનું લેપટોપ પર ક્લીક કરી શુભાંરભ કરવામાં આવેલ છે. જીલ્લાની વેબસાઇટ અધ્યતન જાણકારી અને નાવિન્ય રુપ માં નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી છે.

ક્લેક્ટરશ્રી ના જણાવ્યા મુજબ જીલ્લાની વેબસાઇટ ગુજરાત રાજ્યની પ્રથમ વેબસાઇટ છે કે જેમાં ભારત સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો ને અનુરુપ, “ડીજીટલ ઇન્ડીયા” ના ભાગ રુપે
સ્વાસ( SwaaS – Secure , Scalable and Sugamya website as a Service) પ્લેટફોર્મમાં ડેવલપ કરવામાં આવી છે. આ વેબસાઇટ વધારે સુરક્ષિત, ગુણવત્તાપુર્ણ અને સુગમ્ય છે. આ વેબસાઇટ દ્રષ્ટી ની ખામી ધરાવતા દિવ્યાંગો માટે પણ ઉપયોગી છે. સ્ક્રીન રીડર ની મદદ થી આ વેબસાઇટ પરની માહિતી વાંચી શકાય છે. વેબસાઇટની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ તમામ ઉપલબ્ધ ઉપકરણો જેવા કે ડેસ્કટોપ, લેપટોપ, ટેબલેટ, આઇ-પેડ , તથા સ્માર્ટ ફોન દ્વારા સરળતાથી એક્સેસ કરી શકાય છે.

વેબસાઇટ નું ઉદધાટન
11 Jul 2018