બંધ

પાર્શ્વનાથ જૈન મંદિર

  • શંખેશ્વર મંદિર
  • પાર્શ્વનાથ શંખેશ્વર

શંખેશ્વર જૈન મંદિર શંખેશ્વર ગામ, પાટણ જીલ્લો , ગુજરાત રાજ્ય , ભારત માં આવેલ છે. શંખેશ્વર જૈન મંદિર ગામ ની મધ્યમાં આવેલ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે ભગવાન પાર્શ્વનાથનું મંદિર અગત્યનું યાત્રાધામ છે.

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

શંખેશ્વર થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 120 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

શંખેશ્વર થી નજીકનું રેલ્વે સ્ટેશન રાધનપુર છે. રાધનપુરભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

શંખેશ્વર દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.